મહેસાણા SOGની ટીમે ઊંઝામાં મલાઈ તળાવ પાસે દારૂનો ગોરખ ધંધો કરી મલાઈ ઉતારતા બુટલેગરને ત્યાં દરોડા પાડયા હતા. જ્યાં દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સહિત રૂ.6.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે બુટલેગરને પકડવામાં પોલીસને અસફ્ળતા મળી હતી. મહેસાણા SOGની ટીમ ઊંઝા પંથકમાં પેટ્રોલિંગ હતી. ત્યારે ASI ડાહ્યાભાઈ APC મનુભાને ઊંઝાના મલાઈ તળાવ પાસે રહેતો બુટલેગર મહેશ ઉતફે શંકી રવાજી ઠાકોરને ત્યાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે આધારે SOGની ટીમે સ્થળ પર જઈ રેડ કરી વિદેશી દારૂ ભરેલ એક કાર ઝડપી પાડી હતી. જે કારમાં જોતા પોલીસને રૂ.1,86,530ની કિંમતનો 535 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે બુટલેગર સ્થળ પરથી ફરાર રહેવામાં સફ્ળ રહ્યો હતો.


પોલીસ દ્વારા વિદેશી દારૂ અને નંબર પ્લેટ વગરની આઈ-20 કાર તેમજ 2 છૂટી નંબર પ્લેટો સહિત કુલ રૂ.6,86,530ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પ્રોહીબિશન અંગે SOG દ્વારા વોન્ટેડ બુટલેગર વિરુદ્ધ ઊંઝા પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: