09

યાત્રાધામ બહુચરાજીમાં ભાદરવી પૂનમનો પવિત્ર દિવસ શ્રદ્ધા, ભક્તિ અને શક્તિના અદભૂત સંગમ સમાન બની રહ્યો હતો. મા બહુચરના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માઈભક્તો હાથમાં ધજા, મુખે માતાજીના જયઘોષ અને હૈયામાં અખૂટ શ્રદ્ધા સાથે બહુચરાજીના પાવન ધામમાં ઉમટી પડયા હતા. સમગ્ર મંદિર પરિસર તથા ચાચરચોકમાં દિવસભર ભક્તિનો માહોલ છવાયેલો રહ્યો હતો.

ભાદરવી પૂનમના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ માઈભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક ભક્તો શ્રદ્ધાપૂર્વક પગપાળા યાત્રા કરીને તો કેટલાક ભક્તો ધજા સાથે માતાજીના ધામે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ક્કજય બહુચર માતાજીક્રના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ચાચરચોકમાં તો ભક્તિના દૃશ્યો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ક્કબોલ મારી બહુચર... જય... જય... બહુચરક્રના ગગનભેદી નાદ વચ્ચે માઈભક્તો નાચતા-ગાતા માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. ભક્તોના ચહેરા પરનો આનંદ અને આંખોમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા જાણે મા બહુચરના ચરણોમાં અખૂટ આસ્થા વ્યક્ત કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.મંદિરમાં સવાર-સાંજની આરતીમાં પણ મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

આરતીના ઘંટનાદ, શંખનાદ અને જયઘોષથી સમગ્ર યાત્રાધામ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મા બહુચરના ધામની ભક્તિ અને મહિમા સાથે જોડાયેલા આ પવિત્ર પર્વે જાણે સમગ્ર યાત્રાધામને એક જ ભાવનાના તાંતણે બાંધી દીધું હતું. કોઈના હાથમાં ધજા હતી તો કોઈના મુખે માતાજીનો જયઘોષ; કોઈ માતાજીના દર્શન માટે આતુર હતું તો કોઈ શાહી સવારીના દર્શનથી ધન્યતા અનુભવી રહ્યું હતું.ભાદરવી પૂનમના પાવન અવસરે બહુચરાજીમાં સર્જાયેલો આ ભક્તિમય માહોલ મા બહુચર પ્રત્યેની અખૂટ આસ્થા અને ગુજરાતભરના માઈભક્તોના અતૂટ શ્રદ્ધાભાવનો જીવંત પરિચય કરાવતો રહ્યો હતો.સવારથી શરૂ થયેલો ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ મોડી રાત સુધી યથાવત્ રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો