મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ઉજવાઇ રહેલ દ્વિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનુ રવિવારે સમાપન થયુ હતું.ગુજરાતમાં મોઢેરાનુ સૂર્યમંદિર સુર્યની પુજા સાથે સંકળાયેલ છે.


દેશના પ્રધાનમંત્રીએ દેશનું સૌપ્રથમ સૂર્યગ્રામ જાહેર કરી મોઢેરા અને રાજ્યને ગૌરવ આપ્યું છે.ત્યારે રાજ્યની પારંપરિક અને બિનપારંપરિક ઉર્જાને નવો વેગ મળ્યો છે.પ્રાચીન સમયમાં ઊર્જાનું મહત્વ શું હતુ.તેની સમજ સૂર્યમંદિર આપે છે.

ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે રાજ્યના મંત્રીઓ સહિત મહાનુભાવો તેમજ કલાકારોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.ઉત્તરાર્ધ મહોત્સવએ સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્સવ છે.દેશમાં કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સુર્યમંદિર પ્રચલિત છે.રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ ઉજવવામાં આવે છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે સમાપન મહોત્સવના દિવસે મનીકંદન એ.દ્વારા કથ્થકલી,ખુશ્બૂ પંચાલ દ્વારા કથ્થક,જુગનુ કિરણ કાપડિયા દ્વારા ભરત નાટયમ,ડો.માધુરી મજમુદાર દ્વારા કુચી પુડ્ડી,ડો.ડિમ્પલ સાઇકિયા દ્વારા સતરિયા,પુષ્પીતા મિશ્રાા દ્વારા ઓડિસી અને આર્યા નંદે દ્વારા ઓડિસી નૃત્ય રજૂ કરાયું હતું.ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે કલાકારોનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યના અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક છે.મોઢેરાના સુર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે કલાકારોએ નૃત્ય રજુ કર્યું હતું.આ મહોત્સવનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટી સાથે પારંપારિક અને સાંસ્કૃતિ મહાત્મય છે.ઉત્તરાર્ધ મહોત્સવના અંતિમ દિવસે કલારસીકોએ વિવિધ કૃતિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: