રાજ્ય સરકાર દ્વારા બહુચરાજીને માધ્યમિક શાળાની મંજૂરી મળી છે.અને નવીન મકાન તૈયાર ન થાય ત્યાં સુધી ચાલુ સત્રથી સ્થાનિક અને આજુબાજુના ગામડાંના વિધાર્થીઓને સ્થાનિક કક્ષાએ શિક્ષણ મળી રહે તે માટે બહુચરાજીની કુમાર પ્રાથમિક શાળાની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે.આ વ્યવસ્થાના ભાગરૂપે બહુચરાજી ધારાસભ્ય ર્ડો. સુખાજી ઠાકોરે


મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી,તાલુકા ભાજપ પ્રમુખ કમલેશભાઈ દેસાઈ,શહેર ભાજપ પ્રમુખ દેવાંગ પંડયા,બેચર -બેચરાજી નગરપાલિકાના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને કોર્પોરેટર સાથે કુમાર પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું.અને એક બેઠકનું આયોજન કરાયું હતું.જેમાં એડમિશનથી લઇને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની તેમજ આવશ્યક જરૂરી સુવિધા અંગેની સમીક્ષા કરાઈ હતી.આ બાબતે ધારાસભ્ય ડો. સુખાજી ઠાકોરે જણાવ્યું કે આવનારા બે દિવસની અંદર એડમિશન શરૂ કરવામાં આવશે. અને વિધાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સુવિધા અને સગવડ મળી રહે તે પ્રકારના આયોજન માટે પ્રશાસન સાથે સતત સમન્વયથી સમગ્ર પ્રક્રિયા ઝડપી બનવા અંગે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.બહુચરાજી સહીત આજુબાજુના વિસ્તારના બાળકોના ભવિષ્યની ચિંતા કરી યોગ્ય દિશામાં કરાયેલ પ્રયાસોના ફ્ળ સ્વરૂપે બહુચરાજીને મળેલી માધ્યમિક શાળાની ભેટ બદલ સ્થાનિક જનતાએ ધારાસભ્યનો આભાર માન્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: