મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓની શાખ અને પુરવઠા સહકારી મંડળી સહયોગની ચૂંટણી તાજેતરમાં જાહેર થઇ હતી.જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ 17 બેઠકો બિનહરીફ્ જાહેર થઇ હતી.સમગ્ર ગુજરાતની સૌથી મોટી પ્રાથમિક સહકારી મંડળીની ચૂંટણી બીનહરીફ્ જાહેર થતા ઉમેદવારોના સમર્થકો સહિત કર્મચારીઓમાં હર્ષની લાગણી છવાઈ હતી.દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની રાહબરી હેઠળ સહયોગનું નિયામક મંડળ સતત બીજી વાર બિનહરીફ્ થયું હતુ.સહયોગના વર્તમાન ચેરમેન ફલ્ગુનભાઈ ચૌધરી સહિત 17 સભ્યો બિનહરીફ્ જાહેર થયા હતા.તમામ 17 સભ્યો બિન હરીફ્ જાહેર થતા સતત બીજીવાર સહયોગના ચેરમેન પદે ફલ્ગુનભાઈ ચૌધરી બિરાજમાન થાય તેવા સંકેતો સૂત્રોમાંથી પ્રાપ્ત થયા હતા.દૂધસાગર ડેરીના કર્મચારીઓની શાખ અને પુરવઠા સહકારી મંડળી સહયોગ મીઠાઈ અને ફરસાણની બનાવટો બનાવી જુદી જુદી 23 શાખાઓ ઉપર વેચાણ કરે છે.તો સહયોગનુ વાર્ષિક ટર્નઓવર રૂ.240 કરોડ કરતા વધુનુ છે.

Palanpur: બાલારામ બ્રિજ પર 9 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, 1 નું ઘટનાસ્થળે મોત









