મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ 19, ડિસેમ્બરના રોજ 11.00 કલાકે મહેસાણા જિલ્લા પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવેલ છે. આ કારોબારી સમિતિમાં 25 મુદ્દાઓની ચર્ચા કરી મંજૂરી આપવામાં આવશે. જેમાં આરોગ્ય વિભાગની રૂ.2 કરોડની 13થી વધુ માંગણી અંતર્ગત મંજૂરીઓ આપવામાં આવશે.


કારોબારી અધ્યક્ષ ભરતભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.હસરત જસમીનની ઉપસ્થિતિમાં રૂ.50 લાખ જુવેનાઈલ ડાયાબીટીસ નિયંત્રણ કામગીરી પેન ઈન્સ્યુલીન કાર્ટીઝ તેમજ સને 2024-25ના વર્ષમાં જુવેનાઈલ ડાયાબિટીસ અને આરીબીએસકે કીટ ખરીદવા બીલોનું ચુકવણું અંગે મંજૂરી મેળવવામાં આવશે.

રૂ.40 લાખ સગર્ભા સ્ત્રી તથા કિશોરીઓ માટે એનીમીયા તથા અન્ય કુપોષણ નિયંત્રણ કામગીરી તથા તાલીમ બાબત-હીમોગ્લોબીન ટેસ્ટીંગ સ્ટ્રીપ્સ, શાળા આરોગ્ય તપાસી કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોના સર્વાગીક તપાસણી અને સારવાર માટે મેડીકલ કેમ્પનું આયોજન અને જરૂરી દવાઓ અને સાધન સામગ્રી સહિત આરબીએસકે પ્રોગ્રામ અંતર્ગત માળખાકીય સુવિધા વધારવા રૂ.30 લાખની મર્યાદાની કારોબારી સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. રૂ.25 લાખ ટીબીના દર્દીઓ તેમજ ટીબીના શંકાસ્પદ દર્દીઓના નિદાન અર્થે ડીજીટલ પોર્ટેબલ એક્ષ-રે મશીન ડીઆર પેનલ લેપટોપ અને પ્રિન્ટર, આરોગ્ય સ્ટાફ (આશા વર્કર) ફીલ્ડ કક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી બજાવનારનું સન્માન કરવા રૂ.1.80 લાખની રકમની મંજૂરી આપવામાં આવશે. મહેસાણા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના એલર્જીની તકલીફવાળા બાળકો માટે ઈન્હેલર પંપ (સ્પેસર માસ્ક સાથે) ખરીદવા માટે રૂ.9 લાખ ફાળવવામાં આવશે. જિલ્લાના 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઈમરજન્સી રૂમ માટે ક્રેશકાર્ડ ટ્રોલીની સુવિધા માટે રૂ.6 લાખની મંજૂરી આપવામાં આવશે. મહેસાણા જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં ચોથા માળે આવેલ આર.ઓ.રીપેરીંગ માટે 17650ની વહીવટી મંજૂર આપવામાં આવશે. તેમજ જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં લીફટની સુવિધા માટે લીફટ તથા સ્ટ્રકચર સાથેનો અંદાજીત રૂ.15 લાખના ખર્ચ માટે વહીવટી મંજૂરી લેવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: