10

ભાદરવી પૂનમના પવિત્ર પર્વને લઈ ઊંઝા સ્થિત ઉમિયા માતા મંદિર ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દૂરદૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં ઉમિયાના દર્શન માટે ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા. ભક્તોએ લાંબી લાઈનોમાં ઊભા રહી માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ ભક્તોમાં ધન્યતાની લાગણી જોવા મળી હતી. ભાદરવી પૂનમને લઈ વિવિધ સ્થળોથી પગપાળા સંઘો પણ ઊંઝા ઉમિયાધામ ખાતે પહોંચ્યા હતા. પગપાળા સંઘોના આગમનથી ઊંઝાના માર્ગો ક્કજય ઉમિયાક્રના નાદથી ગુંજી ઉઠયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મા ઉમિયા કડવા પાટીદારોની કુળદેવી તરીકે પૂજાય છે. ભાદરવી પૂનમના પર્વ નિમિત્તે ઉમિયાધામ ખાતે ઉમટેલા ભક્તિસાગરે ઊંઝામાં ધાર્મિક ઉત્સવનો માહોલ સર્જ્યો હતો.