સતલાસણાના નવા સુદાસણા નજીક ઓરડા જતા માર્ગ પર એક બેફમ કાર ચાલકે ટક્કર મારતા બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત 32 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બનાવની જાણ થતાં સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સતલાસણા તાલુકાના નવા સુદાસણા ગામે રહેતા જશવંતસિંહ પરમારની ફરિયાદ મુજબ તેમના ગામના એક વ્યક્તિનો ફેન આવતા તેમના સાળાને અકસ્માત થયો હોવાની તેમને જાણ થઈ હતી. જેમાં સુદાસણા ગામે રહેતા તેમના સાળા વનરાજસિંહ શંકરસિંહ ચાવડા ઉ.વ.32 વાળા પોતે GJ-02 EH 7796 નંબરનું બાઇક લઈ સુદાસણા તરફ્ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ઓરડાથી નવા સુદાસણા જતા માર્ગ પર એક બેફમ કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઇક ચાલકને માથે અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે વધુ સારવાર દરમિયાન વડનગર ખાતે તેનું મોત નિપજ્યું હતું.










