ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાને મૂંઝવતા ગંભીર પ્રશ્નો અંગે રાજ્યપાલને સંબોધીને ખેરાલુ મામલતદાર કચેરી ખાતે તાજેતરમાં વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ તકે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટીસંખ્યામાં એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આવેદનપત્રમાં મુખ્યત્વે લોકપ્રશ્નો તરફ્ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી NEET સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. આવા ગુનાઓ અટકાવવા કડક કાયદાકીય અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. દૂધસાગર ડેરી અને મહેસાણા સંઘ દ્વારા પશુ દાણ (આહાર)ના ભાવમાં રૂ. 200 થી 250 સુધીનો toતિંગ વધારો ઝીંકી દેવાતા પશુપાલકો આર્થિક કટોકટીમાં મુકાયા છે, જેને પાછો ખેંચવા રજૂઆત કરાઈ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરાય છે પરંતુ સમયસર ખરીદી ન થવાને લીધે ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે પાક વેચવો પડે છે, જેથી તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. રાંધણ ગેસ, ડીઝલ, પેટ્રોલ, સીએનજી સહિતની રોજિંદી જીવનજરૂરી ચીજવસ્તુઓમાં થઈ રહેલા સતત ભાવવધારાને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું જીવવું મુશ્કેલ બન્યુંછે. આ કાર્યકરમમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, ખાનાભાઈ પરમાર, છગનભાઇ ચૌધરી, અભેરાજભાઈ ચૌધરી તેમજ ખેરાલુ શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ દેસાઈ સહિતના સ્થાનિક આગેવાનો, કાઉન્સિલરો અને કાર્યકરો હાજર રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: