મહેસાણા પંથકમાં ONGના અનેક વેલ આવેલા છે. જ્યાં થી રાષ્ટ્રીય સંપત્તિ એવા ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થાય છે. જોકે મોંઘા ભાવનું આ ક્રૂડ ઓઇલ પર પણ તસ્કરોની નજર હોઈ વારંવાર ઓઇલ ચોરીની ઘટનાઓ બનતી આવી છે. ત્યાં સાંથલ પોલીસે રાત્રી દરમિયાન થતી ઓઇલ ચોરીના રેકેટનો પર્દાફાસ કર્યો હતો.
જોટાણા તાલુકા પંથકમાં ઓઇલ ચોરો બેફામ હોવાની બુમરાડ વચ્ચે નાઈટ પેટ્રોલિંગ કરતી સાંથલ પોલીસની ટીમે માંકણજ ગામે થી ક્રૂડ ઓઇલ ચોરીના સડયંત્રને ઝડપી પાડયું હતું. જેમાં પી.આઈ. એમ.એમ.વરચંદ અને તેમની ટીમે બાતમી આધારે માંકણજ ગામે રહેતા શૈલેષ ઉર્ફે શલું નવલસિંહ ઝાલાના ઘરે રેડ પાડવામાં આવી હતી. જ્યાં તેના ઘર પાસે ONGCના ક્રૂડ ઓઇલ ભરેલ ટેન્કર માંથી કેટલાક માણસો દ્વારા ઓઇલની ચોરી કરી અન્ય એક ટ્રકમાં રહેલ ટાંકીમાં તે ભરતા હોવાનું સામે આવ્યું હતું.










