મહેસાણા તાલુકા પોલીસે મ્યુલ બેન્ક એકાઉન્ટ મામલે તપાસ કરતા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના સાયબર ફ્રોડનો ભેદ ઉકેલાયો હતો. જેમાં સામેત્રાના એક શખ્સની અટકાયત કરાઈ હતી. જ્યારે તેનો બેન્ક એકાઉન્ટ હેન્ડલર વોન્ટેડ રહ્યો હતો.
દેશમાં વધતા જતા સાયબર ફ્રોડ અને ફ્રિયાદીઓની ફરીઝ કરેલ રકમ પરત અપાવવા તંત્ર દ્વારા મ્યુલ એકાઉન્ટ અંગેની તપાસ પર જોર આપવામાં આવ્યું છે. જેમાં મહેસાણા તાલુકા પોલીસ દ્વારા મ્યુલ બેન્ક ખાતા અંગેની તપાસ કરતા સામેત્રા ગામનો એક શખ્સ રોહિત જીવણજી ઠાકોર ઉ.વ.23 વાળો ઝડપાઇ આવ્યો હતો. જેના ખાતામાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના સાયબર ફ્રોડના 4.90 લાખ જમા થયા હોવાની વિગતો આધારે તેની અટકાયત કરાઈ હતી. ઝડપાઇ આવેલ શખ્સની પૂછતાજ તપાસ કરતા તેને પોતાના બેન્ક એકાઉન્ટમાં મળતીયાઓ દ્વારા ફ્રોડની રકમ મેળવી લઈ ATM દ્વારા ઉપાડી લીધી હોવાની જાણકારી સામે આવી હતી. જોકે તેનો સાગરીત વોન્ટેડ રહ્યો હતો. જેથી બન્ને શકશો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાલ રોહિત ઠાકોરની ધરપકડ કરીને તેની સાથે બીજા કેટલા લોકો સામેલ છે તે દીશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.










