X
મહેસાણાના મોઢેરા સર્કલ પાસે મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ બાંગ્લાદેશમાં બનેલ હત્યાની ઘટના સામે ફ્ટિકાર ફેંકતા વિરોધ પ્રદર્શિત કર્યો હતો.જેમાં મોઢેરા સર્કલે પૂતળા દહન કરાયું હતું. જ્યારે બાંગ્લાદેશમાં હિંદુ સમાજ પર થઈ રહેલા અત્યાચારો બંધ કરવાની માંગ સાથે બાંગ્લાદેશ મુરદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ્ પાંચોટ પર સર્કલ પ્રદર્શન કર્તાઓ દ્વારા રસ્તાની વચ્ચે ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં વિરોધ કરતા માર્ગ પર જ બેસીને રામ ધૂન બોલાવી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો.










