મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉ.ગુજરાતનાં 598 ફીડર પર ગુરુવારથી 10 કલાક વીજ પુરવઠો મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
મહેસાણા જિલ્લામાં હજુ રવિ સિઝનનું વાવેતર થઈ રહ્યું છે. 10 કલાક વીજ પુરવઠો મળતાં હવે રવિ સિઝનના વાવેતરમાં વધારો થશે. 220 કેવી મહેસાણા, 220 કેવી છત્રાલ, 220 કેવી જામળા, 220 કેવી ખેરાલુ, 220 કેવી પાલનપુર, 220 કેવી વિજાપુર અને 220 કેવી વિરમગામને આજથી બે કલાક વધારાનો વીજ પુરવઠો ચાલુ કરાતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. સિંચાઈના પાણીના અભાવે ઘઉં, અને રાયડાનું પિયત કર્યા વગર રહી ગયેલા ખેડૂતો હવે વાવેતર કરી શકશે.
ભારતીય કિસાન સંઘના મહેસાણા જિલ્લાના મંત્રી જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના તમામ ફીડરોને સમય પત્રક ઉપરાંત વધુ 2 કલાક એટલે 10 કલાક સતત થ્રી ફેઝ વીજ પુરવઠો મળતો થયો છે. આ વીજ પુરવઠો ર કલાક વધારાતાં અનેક ખેડૂતો પિયત માટે રાહ જોઈ રહ્યા હતા તે પિયત કરી શકશે. ઘઉં અને રાયડાના વાવેતરમાં હવે વધારો પણ થશે. રવિ સિઝનનું મહેસાણા જિલ્લામાં ઘઉંનું 52,300 હેકટરમાં વાવેતર થયું છે. રાયડાનું 22,900 હેકટર વાવેતર, તમાકુનું 15,800 હેકટર વાવેતર, વરિયાળીનું 2,700 હેકટર વાવેતર અને બટાકાનું 6,100 હેકટરમાં વાવેતર થયું છે. 10 કલાક વીજળી મળતાં હવે વાવેતરનો વધારો થશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો