મહેસાણા : મહેસાણા ખાતેથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી એમ.ડી.ડ્રગ્સના રૂ.10.86 લાખના જથ્થા સાથે રાજસ્થાનનો આરોપી પકડાયો હતો.આ કેસમાં જેલમાં બંધ આરોપીએ મહેસાણા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. મહેસાણા ખાતેથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી એમ.ડી.ડ્રગ્સના રૂ.10.86 લાખના જથ્થા સાથે રાજસ્થાનનો આરોપી સુરેશ વિરારામજી બિશ્નોઈ સહિતને ઝડપ્યા હતા.આ અંગે સુરેશ બિશ્નોઈ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઇ હતી.આ કેસમાં જેલમાં બંધ આરોપી સુરેશ વિરારામજી બિશ્નોઈએ મહેસાણા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલો આધારે સેશન્સ કોર્ટ જજ એમ.એફ્.ખત્રીએ આ ગુનાના આરોપી સુરેશ બિશ્નોઈની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: