લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લામાં હાઈવે પર આવેલી હોટલો તેમજ પાર્લરમાં ફૂડ વિભાગ દ્વારા ઓપરેશન હેલ્થ અને ફ્રોઝન ડેઝર્ટ/આઈસક્રીમ અવેરનેસ કેમ્પેઈન હાથ ધરાયું હતું. ત્રણ દિવસ ચાલેલા આ કેમ્પેઈન દરમિયાન મહેસાણા-અમદાવાદ હાઈવે તેમજ મહેસાણા-પાલનપુર હાઈવે પર આવેલી 22 જેટલી હોટલો અને પાર્લરમાં સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 11.5 કિલો જેટલો ખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્વચ્છતા અને નિયમોના પાલનમાં ક્ષતિ જણાતાં ત્રણ પેઢીઓને ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ ફ્ટકારવામાં આવી હતી.આ અંગે મહેસાણા જિલ્લા ફૂડ અધિકારી વી.જે. ચૌધરીના જણાવ્યા મુજબ, ફૂડ વિભાગની ટીમો દ્વારા જિલ્લામાં હાઈવે પર આવેલી કુલ 22 પેઢીઓમાં ઓપરેશન હેલ્થ અને ફ્રોઝન ડેઝર્ટ અવેરનેસ કેમ્પેઈન અંતર્ગત તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા આ કેમ્પેઈનમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા, સંગ્રહ પદ્ધતિ, સ્વચ્છતા સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 11.5 કિલો જેટલો ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વચ્છતા અને નિયમોના પાલનમાં ક્ષતિ જણાતાં ત્રણ પેઢીઓને ઈમ્પ્રૂવમેન્ટ નોટિસ ફ્ટકારવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો