મહેસાણા જિલ્લા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમો દ્વારા આંગણવાડી અને શાળાઓમા બાળકોના આરોગ્ય તપાસણી દરમિયાન 0 થી 18 વર્ષની ઉંમર ધરાવતા જિલ્લામાંથી 239 જેટલા ટાઇપ - 1 ડાયાબિટીસ(જુવેનાઇલ ડાયાબીટીસ)ધરાવતા બાળકો શોધાયા હતા.


આ બાળકોનુ સમયસર નિદાન,ઉચિત સારવાર અને સંભવિત જટિલતા નિવારવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દર ત્રણ મહિને મહિનાના ત્રીજા અઠવાડિયે ફ્રજિયાત કેમ્પનો પ્રારંભ કરાયો છે.ટાઇપ 1 ડાયાબીટીસ ધરાવતા બાળકોના હિતમાં રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ સમગ્ર રાજ્યમાં અમલમાં મુક્યો છે.તો આજથી તેનો ગાંધીનગરથી પ્રારંભ થવાનો છે.ત્યારે મહેસાણા જિલ્લામાં પણ આજે બુધવારે મહેસાણા સિવિલ અને વડનગર જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં યોજાનાર બે કેમ્પમાં 40 જેટલા લાભાર્થી બાળકોને ગ્લુકોમીટર સ્ટ્રીપ સાથે આપવામાં આવશે.

મહેસાણા જિલ્લા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્યની ટીમોએ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન 0 થી 18 વર્ષની ઉંમર ધરાવતા જિલ્લામાંથી 239 જેટલા જુવેનાઇલ ડાયાબીટીસ ધરાવતા બાળકો શોધ્યા હતા.જુવેનાઇલ ડાયાબિટીસએ ટાઈપ-1 ડાયાબિટીસ કહેવાય છે.જેમાં બાળકોને અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલિન તેમની સારવાર પ્રમાણે લેવાના હોય છે.મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જૈસ્મિનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા બાળકોના આરોગ્ય સંભાળની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા સુપેરે કરવામાં આવી રહી છે.તો આ બાળકો સ્વસ્થ રહે અને આ બાળકોને આ રોગથી ભારે રાહત રહે તે આશયથી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતા બાળકોની દર ત્રણ મહિને અને મહિનાના ત્રીજા સપ્તાહમા આરોગ્ય તપાસના કેમ્પ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે.રાજ્ય સરકારે પણ ડાયાબીટીસ ટાઇપ-1(જુવેનાઇલ ડાયાબીટીસ)ધરાવતા બાળકો માટે રાજ્યભરમાં આજથી કાર્યક્રમ અમલમાં મુક્યો છે.જેનું આજે બુધવારે ગાંધીનગરથી મુખ્યમંત્રી ઉઘ્દાટન કરવાના છે,ત્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલ અને વડનગર જી.એમ.ઈ.આર.એસ.મેડીકલ કોલેજ ખાતે મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લાના 239 લાભાર્થી બાળકો પૈકી 40 લાભાર્થી બાળકોને ગ્લુકોમીટર અને સ્ટ્રીપ આપવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: