03

મહેસાણા : 18મી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિને વંદન કરી આરોગ્ય સેવા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્ગત પિતાના જીવનમાં રહેલા સેવા, સંસ્કાર, શિક્ષણ અને માનવતાના મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ જનહિતલક્ષી પ્રવૃત્તિ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મેડિકલ કેમ્પ દ્વારા ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સાથે જ પર્યાવરણના જતન અને વૃક્ષોના મહત્વ અંગે સંદેશ આપીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ નિતીનભાઈ પટેલ,APMC ના ચેરમેન રાજુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, પૂર્વ સરપંચ મહેશજી ઠાકોર, ગામના સરપંચ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.