મહેસાણાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરણીતાં સાથે પ્રેમ સબંધો બાંધી પડોશી યુવકે હવસનો શિકાર બનાવી હતી.
યુવકે પોતાના હવસની ભૂખ સંતોષવા માટે મહિલાને તેની સાથેના અંગત સબંધો જાહેર કરવાની ધમકી આપી પોતાની કારમાં મહેસાણા અને બાયડ ખાતેની હોટલોમાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બનાવ અંગે મહિલાની ફરિયાદ આધારે લાઘણજ પોલીસે નરાધમ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહેસાણા તાલુકાના 1 ગામમાં રહેતી 31 વર્ષીય પરિણીતાને પોતાના ઘરની બાજુમાં રહેતા એક પડોશી યુવક સાથે આંખો મળી ગઈ હતી. યુવકે પરિણીતાને પોતાની પ્રેમ જાળમાં ફ્સાવી અંગત સંબંધો બનાવ્યા હતા. જે બાદ યુવકે મહિલાને પોતાના અંગત સંબંધો તેના પતિ અને અન્ય લોકોને જાહેર કરી દેવાની અને પરિવારને મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે શરીર સબંધ બનાવવા માંગ કરવામાં આવી હતી. યુવકની ધમકીથી મજબુર બનેલી મહિલા યુવકના કહેવા મુજબ તેની કારમાં બેસી ગઈ હતી.
જે બાદ પડોશી યુવકે પોતાની હવસ સંતોષવા માટે મહિલાને મહેસાણા અને બાયડની હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરી તેને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી હતી. જોક ેમહિલાએ સમગ્ર મામલે પોતાના પરિવારને જાણ કરી હવસખોર પડોશી વિરુદ્ધ કાર્યવાહી કરાવવા માટે લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે કનુજી નટુજી વાઘેલા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનાની તપાસમાં ભોગ બનનાર મહિલાના મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની પ્રક્રિયા હાથ ધરી આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો