મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પાલિકાની આવકમાં વધારો કરવા તેમજ તંત્રના ચોપડે અધિકૃત વ્યવસાય કે ધંધો કરતા અને કર્મચારીઓની નોંધણી ન કરાવનાર એકમોને શોધી કાઢી કાર્યવાહી કરવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પહેલા તંત્રના ચોપડે ન નોધાયેલા ભૂતિયા કોમર્શિયલ એકમોને શોધી તેમને નોટિસ આપવામાં આવી હતી. તો હવે વિવિધ પેઢી પર રાખવામાં આવેલ નોકરિયાત માણસોની તંત્રમાં નોંધણી ન કરાવી કર્મચારી કર ન ભરતા એકમોને શોધી તેમની સામે કાર્યવાહી કરવા પણ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી સમગ્ર શહેરમાં આ પ્રકારે સર્વે કે તપાસની કામગીરી ન થઈ હોઈ એકાએક આ કામગીરી કરવા માટે ગુમાસ્તાધારા શાખા દ્વારા સેનેટરી શાખાના કાર્મચારીઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. જેમાં સેનેટરી શાખાના કર્મચારીઓ દ્વારા શહેરમાં ઠેર ઠેર ફરીને વિવિધ દુકાનો અને પેઢીઓ પર જઈને પેઢીનું નામ, તેમની પાસે ગુમાસ્તાધારાનું લાયસન્સ છે કે નહિ અને હોય તો તેનો નોંધણી નમ્બર તેમજ તે વ્યસવાય સાથે જોડાયેલ કર્મચારીઓની સંખ્યા અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.










