ખેરાલુના ચોટીયામાં 2 વિઘા ઘઉંનો પાક બળીને રાખ થયો છે. વહેલી સવારે આવેલા વાવઝોડાથી આ ઘટના બની હતી અને વીજલાઈનના તણખાથી ખેતરમાં ભીષણ આગ લાગી હતી, ચૌહાણ કિરણભાઈને ખેતીમાં 65 મણથી વધુ નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, વીજ કંપનીની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

વીજપોલના ઢીલા વાયરો તાત્કાલિક રિપેર કરવા માગ

ખેરાલુના ચોટીયામાં 2 વિઘા ઘઉંનો પાક બળીને રાખ થયો છે, ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે આ ઘટના બની છે, ચોટીયા ગામની સીમમાં આવેલ ખેતરનો તૈયાર પાક ઘઉં બળીને રાખ ખયો હતો અને વહેલી સવારે આવેલા મીની વાવાઝોડાથી આ ઘટના બની હતી, ખેતરથી નિકળતી વિજલાઈનથી તણખા પડ્યા અને આગ લાગી હતી, સરપંચ સહિત આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી, વહેલી સવારે આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો.

Ugvclની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની !

વીજ વાયર તુટેલા અને ઢીલા થઈ ગયા હોવાથી સત્વરે રીપેરીંગ કરવાની માગ સરપંચે કરી છે અને Ugvclની ગંભીર બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે, તો સ્થાનિકોએ અવાર-નવાર Ugvclને લટકતા અને ઢીલા વાયરને લઈ રજૂઆત કરી છે, તેમ છત્તા સ્થાનિકોની વાત અધિકારીઓ સાંભળતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો : Gandhinagar News : અમદાવાદ સહિત રાજયની 16 મહાનગરપાલિકામાં 21 અને 22 માર્ચે ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું આયોજન કરાયું