મહેસાણા : મહેસાણા SOG ટીમ સાંથલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે ગમનપુરાથી દેલોલી ગામ તરફ્ જતા રોડ પર ONGC જી.જી.એસ.ની બાજુમાં આવેલા ખરાબાની બાવળની ઝાડીઓમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન મહેસાણાની રાધનપુર ચોકડી નજીક લશ્કરીકૂવા ડફેરદંગા ખાતે રહેતો સિંધી રમજાનભાઈ સુમારભાઈ (ઉં.વ. 50) વગર પાસ-પરમિટની રૂ. 7,000ની કિંમતની દેશી હાથ બનાવટની બંદૂક સાથે મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
