મહેસાણા જિલ્લાના ખેરાલુ અને સતલાસણા હાઈવે પરથી પસાર થતા ઓવરલોડ આઈવા ડમ્પરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ક્ષમતા કરતાં વધુ ખનીજ ભરીને કાયદાના લીરેલીરા ઉડાડતા આ ભારે વાહનો સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ ઠોસ કાર્યવાહી ન કરાતી હોવાથી હવે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર ઓવરલોડ ડમ્પરોનો આ આતંક સામાન્ય વાહનચાલકો માટે જીવનું જોખમ બની ગયો છે. સતલાસણાથી ખેરાલુ હાઈવે પર પુરપાટ ઝડપે અને ક્ષમતા કરતાં વધુ વજન ભરીને પસાર થતા આઈવા ડમ્પરો જાણે યમદૂતના વેશે હાઈવે પર ફરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, આ આઈવા ડમ્પરો ઓવરલોડ અને તાડપત્રી નાખ્યા વગર ચાલતા હોવાથી મોટી દુર્ઘટના થવાની સંભાવના સતત વર્તાઈ રહી છે. નિયમ મુજબ ખનીજ ભરેલી ગાડી પર તાડપત્રી ઢાંકવી ફરજિયાત હોવા છતાં, આ તાડપત્રી વગરના ડમ્પરોથી વાહનચાલકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. આ બેદરકારીના કારણે ડમ્પરોમાંથી સતત કપચી અને ઝીણી ડસ્ટ રોડ પર ઉડી રહી છે,

Banaskanthaના દિયોદરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર માંસ-મટનની દુકાનો સામે ભારે વિરોધ









