અમદાવાદ-બહુચરાજી વચ્ચે પેસેન્જર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરોની નવ વર્ષની પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. સાબરમતીથી મહેસાણા વચ્ચે બે નવી દૈનિક મેમુ ટ્રેનનો પ્રારંભ થતાં બહુચરાજી સહિત સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફ્રન્સિંગના માધ્યમથી નવી ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જ્યારે બહુચરાજી રેલવે સ્ટેશન ખાતે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.લાંબા સમયથી રેલવે સુવિધાની રાહ જોઈ રહેલા બહુચરાજી પંથકના લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ મા બહુચરના દર્શને આવતા શ્રદ્ધાળુઓને સસ્તી અને સુલભ મુસાફરીનો લાભ મળશે. સવાર અને સાંજ બંને સમયે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થતાં અમદાવાદ, બહુચરાજી અને મહેસાણા વચ્ચેની અવરજવર સરળ બનશે. બહુચરાજી માત્ર ધાર્મિક યાત્રાધામ જ નહીં, પરંતુ ઓટોમોબાઇલ ઉદ્યોગના ક્ષેત્રે પણ આગવી ઓળખ ધરાવે છે. વિસ્તારમાં વિકસેલા ઔદ્યોગિક એકમો અને આસપાસના ગામોમાંથી રોજગારી અર્થે અવરજવર કરતા લોકો માટે રેલવે સેવા ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે, નોકરીયાતોને નોકરીના સ્થળે પહોંચવા તેમજ વેપારીઓને વ્યવસાયિક કામકાજ માટે મુસાફરીનો સસ્તો વિકલ્પ મળશે. રેલવે કનેક્ટિવિટી મજબૂત બનતાં સ્થાનિક વેપાર-ધંધા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ટ્રેનનું નામ બહુચર એક્સપ્રેસ અથવા બહુચર રથ રાખવાની માંગ નવી શરૂ થયેલી ટ્રેનને ક્કબહુચર એક્સપ્રેસક્ર અથવા ક્કબહુચર રથક્ર નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, પૂર્વ સરપંચ દેવાંગ પંડયા સહિત સ્થાનિક વેપારીઓ અને આગેવાનોએ આ અંગે રજૂઆત કરી હતી. બહુચરાજી વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી ટ્રેનને મા બહુચરના નામ સાથે જોડવામાં આવે તો યાત્રાધામની ઓળખને વધુ પ્રોત્સાહન મળશે અને બહારગામથી આવતા શ્રદ્ધાળુઓમાં પણ વિશેષ આકર્ષણ ઊભું થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો