સ્વર્ગવાસી શેઠ ઠાકરશીભાઈના 77મા જન્મદિવસના પવિત્ર પ્રસંગે તેમના પુત્રોએ અહિંસા પરમો ધર્મની પરીભાષાને સાર્થક કરી છે. બહુચરાજી પાંજરાપોળમાં મુંગા અને અબોલ જીવોને 121 કિલો ગોળ ખવડાવી અનોખું પુણ્યકાર્ય કર્યું હતું.આ સેવાયજ્ઞ દ્વારા તેમણે પિતાની અમર સ્મૃતિને અર્થસભર બનાવી જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને જીવનમાં ઉતાર્યા છે. બહુચરાજી પાંજરાપોળ જે અહિંસા અને કરુણાનું પ્રતીક છે.સ્વ. શેઠ ઠાકરશીભાઈના પુત્રો દ્વારા ગાય જેવા અબોલ જીવો માટે વિશેષ પ્રસાદ વિતરણ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.


જૈન ધર્મમાં ગોળ જેવા પ્રસાદનું વિશેષ મહત્વ હોઈ 121 કિલો શુદ્ધ ગોળને પાંજરાપોળની ગાયો અને અન્ય પશુઓને મહાપ્રસાદ અર્પણ કર્યો હતો.જે દૃશ્ય દર્શકો માટે હૃદયસ્પર્શી સાબિત થયું હતું. સ્વ. શેઠ ઠાકરશીભાઈ જીવનભર અહિંસા, દયા અને સમાજસેવાના પ્રતીક રહ્યા હતા. તેમના પુત્રોએ આ પ્રસંગને યાદ કરીને કહ્યું કે, શ્પિતાજીનો જન્મદિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી. પરંતુ તેમના આદર્શોને અનુસરવાનો પ્રસંગ છે.

અબોલ જીવોની સેવા દ્વારા આપણે અહિંસાના પરમ ધર્મને જીવનમાં અપનાવીએ છીએ. આ કાર્યમાં પાંજરાપોળના વહીવટીઓ અને સ્થાનિક જૈન સમાજના સદસ્યો પણ સહયોગ આપ્યો હતો.સ્થાનિક વાસીઓમાં આ પુણ્યકાર્યની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બહુચરાજીના રહેવાસીઓએ કહ્યું કે, આવા કાર્યો દ્વારા યુવા પેઢીમાં જીવ દયાનો સંદેશ ફેલાય છે. આ ઘટના બહુચરાજી જેવા ધાર્મિક કેન્દ્રોમાં અહિંસાના મૂલ્યોને મજબૂત કરવા માટે ઉદાહરણરૂપ બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: