મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે 68 પાટણ-મહેસાણાથી ગોઝારીયાના ચાલુ કામમાં અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે. હાઇવે પર બની રહેલા બ્રીજના કારણે સ્થાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓની અવરજવરનો મુખ્ય રસ્તો બંધ થઈ જતાં ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે ગોઝારીયાના ગ્રામજનો અને ભાજપના સક્રિય કાર્યકર્તા શોભનાબેન બી. શાહ દ્વારા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને લેખિત રજૂઆત કરીને તાકીદે અંડરપાસ બનાવવાની માંગ કરવામાં આવી છે. ગુરુવારે ગોઝારીયાના ભીખાભાઈ સોમાભાઈ પટેલ, નાથાભાઈ અંબાલાલ પટેલ, જયંતિભાઈ નારણભાઈ પટેલ, જિલ્લા સદસ્ય એલ.વી.ઠાકોર, પૃથ્વીભાઈ, પ્રફુલભાઈ, રમણભાઈ સહિતના અગ્રણી ગ્રામજનોએ બ્રીજના નાકે દેખાવો કર્યા હતા. જો કે, પોલીસે સખતાઈથી તમામ ગ્રામજનોને બ્રીજના સ્થળેથી હટી જવા તાકીદ કરી બ્રીજની કામગીરી ચાલુ રખાવી હતી.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









