મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર બે મહિનાથી વિલંબમાં પડયો છે. આ પગાર ચુકવણા સિસ્ટમમાં ફેરફરના કારણે સમસ્યા સર્જાઈ છે.ત્યારે આ કર્મચારીઓની પગાર ન થવાથી હાલત કફેડી બની છે.


મહેસાણા જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગમાં અંદાજીત 750 થી વધારે કર્મચારીઓ ફરજ બજાવે છે.આ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે.લોકોના આરોગ્યની સંભાળ રાખનાર આ કર્મચારીઓને પગાર ન મળતા મોંઘવારીમાં કર્મચારી અને તેમના પરિવારોની ભારે કફેડી સ્થિતિ બની રહી છે.તો આ પરિવારોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ કર્મચારીઓના પગાર વિલંબ પાછળ પગાર ચુકવણાની સીસ્ટમમાં ફેરફર મુખ્ય કારણ સામે આવ્યું છે.આ નવીન સીસ્ટમ મુજબ કર્મચારીઓનો પગાર હવે ટ્રેઝરી ઓફીસમાંથી કરાશે. આ નવી સીસ્ટમ પ્રમાણે ગ્રાન્ટની ફળવણી થયા બાદ બીલો બનાવી આરોગ્ય અધિકારીની સહી સાથે તે બીલો ટ્રેઝરી ઓફ્સિમાં રજુ કરવાના રહેશે. ત્યારબાદ જ પગારનું ચુકવણુ થશે. આ લાંબી પ્રક્રિયાના કારણે પગાર થવામાં હજુ પણ થોડો સમય લાગી શકે છે. ત્યારે પગારથી વંચિત તમામ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને પગારનું ચુકવણું કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: