મહેસાણામાં વ્યવસાય રજિસ્ટ્રેશન મામલે વ્યવસાયકર્તાઓમાં ભારે ઉદાસીનતા રહી હોય તેમ તંત્રએ સરકારી ચોપડે ન નોંધાયેલ ભૂતિયા વ્યવસાય કર્તાઓને શોધી કાર્યવાહી કરવાની ઝુંબેશ ઉપાડતા માત્ર 20 જ દિવસમાં 700 થી વધુ નવા વ્યવસાય કર્તાઓના રજિસ્ટ્રેશન નોંધાયા હતા. ત્યારે નવા વ્યવસાય કર્તાઓ પાસે થી હવે કર વસુલતની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.
મહેસાણા મહાનગર પાલિકા દ્વારા ચાલુ વર્ષે 10,499 વ્યવસાય કર્તાઓ પાસે થી 6.48 કરોડ જેટલો વ્યવસાય વેરો વસુલવામાં આવ્યો હતો. જોકે વ્યવસાય કરતા કેટલાક કર દાતાઓએ વેરો ન ભરતા તંત્ર દ્વારા ખાસ ટીમ બનાવી બાકીદારોનો વ્યવસાય વેરો વસુલવાની કામગીરી કરાઈ રહી છે. વેરા વસુલાતમાં છેલ્લા 23 દિવસમાં મનપાએ 962 કરદાતાઓ પાસે થી 80 લાખ જેટલી વેરા વસુલાત કરી હતી. જેમાં આ કામગીરી શરૂ કરાયાના 20 જ દિવસમાં તંત્રએ 700 થી વધુ કરદાતાઓને શોધી કાઢી તેમને વ્યવસાય રજિસ્ટ્રેશન માટે નોટિશ ફ્ટકારી હતી. જેની અસર થી હાલમા 962 થી વધુ વ્યવસાય કર્તાઓ તંત્રના ચોપડે નોંધાયા હતા.










