મહેસાણા સાબર ક્રાઇમ પોલીસની ટીમે એક સાઈબર ગઠીયાને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સાઈબર ક્રાઇમના ગુનાઓનો પર્દાફશ કર્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ યોગીરાજસિંહ પરમાર અને પીએસઆઇ સહિતની ટીમ સાયબર પોલીસ મથકે નોંધાયેલ મ્યુલ એકાઉન્ટના ગુનામાં એક ઋષભ પટવા નામના સાયબર ગઠિયાએ દબોચી લઈ આંતરરાજ્ય સાયબર ક્રાઈમના ગુનાનો પર્દાફશ કર્યો હતો. જોકે પ્રથમ નજરે એક સામાન્ય ગુનેગાર દેખાતા આ શખ્સની સાયબર ક્રાઈમની ટીમે સઘન તપાસ કરતા તેને તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિત વિવિધ રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોના 15 લાખથી વધુના નાણાં પોતાના ઓપરેટિંગમાં રહેલ બેંક ખાતામાં મેળવી લઈ લાખોનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. આ શાતીર સાયબર ગઠિયાની તપાસ ચાલુ હતી. ત્યાં તો બીજી તરફ્ મહેસાણા તાલુકા પોલીસ મથકે ઋષભ પટવાની વધુ એક ગુનાહિત પ્રવૃતિની કરતૂત સામે આવી હતી. ઋષભ પટવાએ વિવિધ બેંક એકાઉન્ટમાં ફરીઝ થયેલ નાણાં છોડાવવા પોલીસના ભળતાં નામનું ડમી સરકારી ઇમેઇલ બનાવી બેંકને ઈમેલ કર્યો હતો. જોકે બેંકને તેમાં ફ્રોડ જણાતા તુરંત મહેસાણા તાલુકા પોલીસ મથકે જાણ કરાઈ હતી. ત્યાં આ ગઠિયા વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે વધુ એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયો હતો. તાલુકા પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે સાયબર પોલીસ પાસેથી ઋષભ પટવાની કસ્ટડી લેવા પ્રક્રિયા હાથ ધરી છે.

Morbi News: વીજપોલ વિવાદમાં મંત્રી કાંતિ અમૃતીયાએ માંગી માફી, વળતર મુદ્દે વિપક્ષ પર પ્રહાર!









