મહેસાણા જિલ્લામાં લઘુત્તમ તાપમાનમા પાછલા 24 કલાક દરમિયાન એક ડિગ્રીનો વધારો થયો હતો.તાપમાન વધવા છતાં ઠંડીનો ચમકારો યથાવત રહેવા પામ્યો હતો.
લઘુત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 13 ડિગ્રીએ પહોચ્યું હતું.તો તાપમાન વધવા છતાં બપોરના સમયે પણ ઠંડી અનુભવાઈ હતી.ત્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફર નોંધાશે નહીં.જોકે તે બાદ તાપમાનમાં વધારો અનુભવાઈ શકે છે.
ઉત્તર પૂર્વીય દિશાના ઠંડા પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું મોજું અનુભવાઈ રહ્યું છે.તો મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ છેલ્લા એક મહિનાથી કાતિલ ઠંડીનો સામનો જિલ્લાવાસીઓ કરી રહ્યા છે.ત્યારે પાછલા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ફેરફર જોવા મળ્યો હતો.લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો નજીવો વધારો જોવા મળ્યો હતો.તાપમાન વધવા છતાં દિવસ દરમિયાન પણ અસહ્ય ઠંડીનો અનુભવ થયો હતો.લઘુત્તમ તાપમાન વધતા શુક્રવારે બપોરના સમયે પણ ઠંડી જોવા મળી હતી.જોકે વહેલી પરોઢે અને રાત્રીના સમયે અસહ્ય કાતિલ ઠંડીનો સામનો કરવો પડયો હતો.ત્યારે ખાનગી વેબસાઈટના આંકડા મુજબ શુક્રવારે મહેસાણાનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતુ.જયારે લઘુત્તમ તાપમાનનો પારો એક ડિગ્રી વધીને 13 ડિગ્રીએ પહોચ્યો હતો.
આગામી દિવસનું તાપમાન વાર તાપમાન મહત્તમ/લઘુત્તમ
શુક્રવાર 28/13
શનિવાર 30/14
રવિવાર 30/14
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો