મહેસાણામાં પણ સાયબર ગઠિયાઓ વૃદ્ધની જીવનપુંજી તફ્ડાવી લે તે પહેલાં જ મહેસાણા સાયબર ક્રાઇમની ટીમે તેમના રંગમાં ભંગ પાડી 66 લાખ થી વધુનું સાયબર ફ્રોડ થતું અટકાવી લીધું હતું.


મહેસાણાના પરા વિસ્તારમાં રહેતા નિવૃત સેલ્સ ઓફ્સિર રમેશચંદ્રભાઈ પટેલને અજાણ્યા નમ્બર થી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં તેમના નામે મહારાષ્ટ્રમાં સિમ કાર્ડ એક્ટિવ છે જેના દ્વારા મુંબઈની કેનેરા બેંકમાં એક એકાઉન્ટ ચાલે છે. અને તે એકાઉન્ટ દ્વારા તેમને પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન સહિતમાં ટેરર ફ્ંડ કર્યું છે. તમારા નામે ધરપકડ વોરંટ નીકળ્યું છે. કહી વૃદ્ધને ભયભીત કરવામાં આવ્યા હતા. ભયના ઓથર હેઠળ આવેલ વૃદ્ધ સાયબર ગઠિયાઓના કહેવા મુજબ હ્લડ્ઢ તોડાવી અન્ય પૈસા ભેગા કરી પોતાના બેંકમાં 66 લાખ થી વધુ બેલેન્સ ભેગું કર્યું હતું. કે એમને પોતે કોઈ ખોટા તરકટમાં ફ્સાયા નથી તેવો ભ્રમ થતા તેમને પોલીસને જાણ કરી ત્યાં પોલીસે સતર્કતા દાખવી વૃદ્ધને જેમ ચાલે તેમ ચાલવા દો કહી તુરંત વૃદ્ધનું એકાઉન્ટ ફરીજ કરી નાખ્યું હતું. અને વૃદ્ધના ઘરે પહોંચ્યા હતા. જ્યાં સાયબર ગઠિયાઓનો વૃદ્ધ પાસે પૈસા પડાવવાનો જીવંત સિનારિયો જોઈ પોલીસ પણ તંગ રહી ગઈ હતી. અને વૃદ્ધના પૈસા પડાવવાનો પ્રયાસ છતાં પોલીસે એકાઉન્ટ ફરીઝ કરેલ હોઈ સાયબર ગઠિયાઓ કામિયાબ થઈ શક્યા ન હતા. તો પોલીસે વૃદ્ધનો ફોન લઈ સાયબર ગઠિયાઓને પોલીસનો ચમત્કાર બતાવતા તેઓ વીડિયો કોલ માંથી રફ્ુચક્કર થઈ ગયા હતા. મહેસાણા

સાઈબર ક્રાઇમની ટીમ સાથે મળી 9 દિવસ થી સાયવર ગઠિયાઓની ચૂંગલમાં ફ્સાયેલા વૃદ્ધ સાથે સાયબર ફ્રોડ થવાની ગંધ આવી જતા વૃદ્ધનું જ એકાઉન્ટ ફરીઝ કરી દઈને 66 લાખ થી વધુની રકમ બચાવી લીધી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: