શ્રાવણ મહિનામા સોમવારનુ અનેરું મહત્વ રહેલું છે. સોમવારે ભગવાન શિવની પૂજા અર્ચના કરી ભક્તો ભોળાનાથને રિઝવતા હોય છે.ત્યારે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારને લઈ ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લેવા સવારથી શિવાલયોમા શિવ ભક્તો ઉમટશે.સોમવારને લઈ શિવાલયોમા ભગવાન શંકરની વિશેષ પૂજા પણ કરવામાં આવતી હોય છે.પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર હોય જિલ્લામાં આવેલ શિવમંદિરો સવારથી શિવધૂનથી ગુંજી ઉઠશે.
મહેસાણા શહેર સ્થિત નીલકંઠ મહાદેવ મંદીર, સોમનાથ મહાદેવ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદીર સહીત તાલુકા મથકો પર આવેલ શિવાલયોમા આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભગવાન શિવને રીઝવવા વિવિધ પૂજા-પાઠ કરવામાં આવશે. વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર સહિત જિલ્લામા આવેલા પ્રાચીન શિવાલયોમા પણ સવારથી ભક્તો ભગવાન શિવની પૂજા,અર્ચના કરવા પહોંચશે. મહેસાણાના નીલકંઠ મહાદેવ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, સોમનાથ મહાદેવ મંદીર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શંકરની પૂજા સહીત આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.
