મહેસાણા જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરમીટ વિના તેમજ ઓવરલોડ ખનીજ વહનની પ્રવૃત્તિને ડામવા માટે ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે મહેસાણાના કડી પંથકના વિવિધ વિસ્તારમાં તપાસ દરમિયાન બિનઅધિકૃત સાદી રેતી વહન કરેલા બે ડમ્પર ઝડપાયા હતા. આ બન્ને ડમ્પર સલામત સ્થળે ખસેડી ટીમ દ્વારા ડમ્પર માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્ર્રી ડો.પ્રતીક શાહની સૂચના અને માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર દિલીપ રબારી અને ટીમ દ્વારા કડી પંથકમાંથી બિનઅધિકૃત સાદી રેતી વહન કરેલા બે ડમ્પર પકડવામાં આવ્યા હતા. ટીમ દ્વારા સ્થળ પરથી ઝડપાયેલા બન્ને ડમ્પર અને સાદી રેતી સહિત મળી કુલ રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સલામત સ્થળે રાખવામાં આવ્યો હતો.તો મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા બન્ને ડમ્પર વાહન માલિકો સામે રૂ.2.35 લાખ જેટલી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી પગલે બિનઅધિકૃત રીતે ખનીજનું વહન કરતા તત્વોમાં ફ્ફ્ડાટ પ્રસરી જવા પામ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો