કડી પંથકમાંથી સગીરાને બે વર્ષ પૂર્વે કડીનો યુવાન લાલચ આપી અપહરણ કરી ગયો હતો. તો દિલ્હી ખાતે લઈ જઈ હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ મામલે આરોપી યુવક સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. સદર કેસમાં આરોપી યુવકને મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટે તકસીરવાન ઠરાવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદનો આદેશ કર્યો હતો. ભોગ બનનારને રૂ.50 હજાર વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો.
કડીના આકાશ વિષ્ણુભાઈ રાવળે 18 જાન્યુઆરી 2024ના રોજ કડી પંથકમાંથી એક સગીરાને લાલચ આપી અપહરણ કર્યું હતું. આરોપીએ દિલ્હી ખાતે લઈ જઈ હોટલમાં રાખીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે આરોપી સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.સદર કેસ મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યિલ પોક્સો કોર્ટના જજ એસ.એસ.કાલેએ આ કેસના આરોપી આકાશ વિષ્ણુભાઈ રાવળને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદ અને રૂ.20 હજાર દંડનો આદેશ કર્યો હતો. જ્યારે આ ગુનામાં ભોગ બનનારને રૂ.50 હજાર વળતર ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો