મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વગરના અને કાળા (બ્લેક) ફિલ્મવાળા શંકાસ્પદ વાહનોનું બેફામ પરિવહન થતું હોવાના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ હતો. આ મામલે અહેવાલો પ્રકાશિત થયા બાદ આખરે મહેસાણા જિલ્લાનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને આવા નબીરાઓ વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરી છે.


 મહેસાણા જિલ્લાનું પોલીસ તંત્ર એક્શન મોડમાં 

મહેસાણા જિલ્લામાં કેટલાક નબીરાઓ લાંબા સમયથી પોતાના વાહનોના કાળા કાચ અને નંબર પ્લેટ લગાવ્યા વિના જ જાહેર માર્ગો પર રોફ જમાવીને ફરતા હતા. તંત્ર દ્વારા આ પ્રવૃત્તિને નજરઅંદાજ કરવામાં આવતી હોવાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર નિયમ ભંગ પૂરતી સીમિત ન રહેતા સામાન્ય નાગરિકો પર રોફ જમાવવા અને જોખમી ડ્રાઇવિંગ દ્વારા અન્ય વાહનચાલકોને પજવણી કરવા સુધી પહોંચી હતી. પ્રજાજનોમાં ઉઠેલી બુમરાડ અને અહેવાલોની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ તત્કાળ પગલાં લેવાની સૂચના આપી હતી. જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને આવા વાહનો વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

વાહનોના કાળા કાચ અને નંબર પ્લેટ સામે કાર્યવાહી

પોલીસની ટીમોએ જિલ્લાના વિવિધ માર્ગો પર ચેકિંગ હાથ ધરીને કાળા કાચ લગાવેલ અને નંબર પ્લેટ વગરના વાહનો લઈ ફરતા નબીરાઓને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમનો રોફ ઉતાર્યો હતો અને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આવા શંકાસ્પદ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ પણ વાંચો:  PM મોદી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર લખનૌની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે

  • Follow us on: