રેલ મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે. મુસાફરો ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.

પૂર્ણ રદ્દ ટ્રેન

•તા. 20.02.2026 ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમૂ રદ્દ રહેશે.

માર્ગ પરિવર્તિત ટ્રેનો

01-તા. 19.02.2026ની 19032 યોગનગરી ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે.

02-તા. 19.02.2026ની 19412 દૌલતપુર ચોક – સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે.

મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો.

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ‘મિશન જીરો સ્ક્રેપ’ અંતર્ગત નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધી ₹61.53 કરોડ મૂલ્યની સ્ક્રેપ સામગ્રીનું નિપટાન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ‘મિશન જીરો સ્ક્રેપ’ હેઠળ અમદાવાદ મંડળની તેની તમામ સ્થાપનાઓ અને એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ દર્શાવે છે.રેલવે પ્રશાસન દ્વારા બિનઉપયોગી, પરિત્યક્ત અને અપ્રચલિત સામગ્રીના સુવ્યવસ્થિત નિપટાન દ્વારા માત્ર આવક જ પ્રાપ્ત કરવામાં આવી રહી નથી, પરંતુ સંપત્તિઓનું અસરકારક સંચાલન તેમજ સ્વચ્છ પરિસર પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો : Railway News : અમદાવાદ રેલ મંડળમાં એલાર્મ ચેન પુલિંગને લઈ 449 કેસ નોંધવામાં આવ્યા, મુસાફરો પાસેથી 48,700 નો દંડ વસૂલાયો