અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થયું છે અને મેઘરજ પંથકમાં ગઇકાલે પડ્યો હતો કમોસમી વરસાદ, વાવાઝોડા સાથે વરસાદથી ઘઉંના પાકને નુકસાન થયું છે અને વાસણા ,સીસોદરા, કંભરોડા, ડેરી કંપામાં ઘઉંના પાકને નુકસાન થયું છે, મેઘરજ તાલુકામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોની તંત્ર પાસે પાક નુકસાનીના વળતરની માગ કરાઈ છે.

અરવલ્લીમાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાન

મેઘરજ પંથકમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો અને ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદથી ઘઉંના પાકને નુકસાન થયું છે, વાસણા ,સીસોદરા, કંભરોડા, ડેરી કંપામાં ઘઉંના પાકને નુકસાન થયું છે, ખેતરમાં વાઢેલા ઘઉં માટે કમોસમી વરસાદ બન્યો વિલન અને મેઘરજ તાલુકામાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.

માવઠાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

રાજ્યમાં અલગ અલગ પાકમાં નુક્સાનની ભીતિ, સૌરાષ્ટ્રમાં કેરીના પાકને નુકસાનની ભીતિ છે, દક્ષિણ ગુજરાતમાં ઘઉના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે, ઉ.ગુજરાતમાં જીરુ,ઘઉંના પાકમાં નુક્સાનની ભીતિ છે અને મ.ગુજરાતમાં ઘઉં,કપાસ,શાકભાજીના પાકને નુકસાની ભીતિ છે.