ભિલોડા : ભિલોડા સહિત આસપાસના અનેકવિધ ગ્રામીણ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદી માહોલની શરૂઆત વચ્ચે સમગ્ર પંથકમાં આંશિક ઠંડક પ્રસરી હતી. વરસાદી માહોલ અને ખુશનુમા વાતાવરણને પગલે અત્ર-તત્ર-સર્વત્ર આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.ધણા લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.બિયારણ વેચતા વેપારીઓને ત્યાં ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો.ખેડૂતો અને શ્રામજીવીઓ ખેતીના કામકાજમાં પરોવાયા છે.
