અરવલ્લી જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પ્રશ્નોના નિકાલ માટે સબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી હતી. મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિવિધ પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ દ્વારા રજૂ થયેલા પાણી, રોડ રસ્તા, ગંદકી, દબાણ, વીજળી અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ, કચેરી નિરીક્ષણ , સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો ,તમામ અધિકારી અને કર્મચારીઓના એપીઆર ભરવા, જમીન માંગણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ હતી. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા અને જિલ્લા કચેરીઓના આંતરિક સંકલન અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ , જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈન,જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો