શીકા : ઘી.મ. લા. ગાંધી ઉ. કે.મંડળ સંચાલિત આર્ટ્સ કોલેજ મોડાસામાં વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા મહિલા સ્વરક્ષણ કાર્યક્રમ આચાર્ય ડૉ. જયશ્રીબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં આચાર્ય ડૉ. જયશ્રીબેન દેસાઇએ સ્વરક્ષણ વિશે ઉદાહરણ સહિત માહિતી આપી હતી. અંજલિ સંસ્થા રણાસણમાંથી આવેલ અલકાબેન ઠાકર, રેખાબેન તથા હસુમતીબેને સ્વરક્ષણ અંગે રસપ્રદ માર્ગદર્શન અને જ્ઞાન પૂરું પાડયું હતું. પ્રા. ડૉ. મંજુલાબેન સોલંકીએ સ્વામી વિવેકાનંદ અને મનુસ્મૃતિનો ઉલ્લેખ કરી નારી સન્માન વિશે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. વંદનાબેન પરમારે કર્યું હતું. પ્રા. કોકિલાબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. અધ્યાપિકા બહેનોએ હાજર રહી અમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે આર્ટ્સ કોલેજના પ્રભારી મંત્રી ડૉ. ઘનશ્યામભાઈ શાહે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી આશીર્વચન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહે શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો