અરવલ્લી જિલ્લામાં મોડાસા ટાઉન પોલીસે બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ટીમ મોડાસા ટાઉન વિસ્તારમાં સીએનજી ગેસ સ્ટેશન નજીક વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી એક સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને શામળાજી-જીવણપુર થઈ મોડાસા તરફ્ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સીએનજી ગેસ સ્ટેશન નજીક નાકાબંધી કરી કારને રોકીને તપાસ કરતા તેમાંથી રૂ. 52,140નો ભારતીય બનાવટની બીયરની 9 પેટીઓ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કારચાલક સંજય વિક્કીભાઈ માળી (ઉં.વ.19, રહે. ચકલાસી ભાગોર, તા. નડીયાદ, જિ. ખેડા) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટકાયત કરી છે. જિલ્લા પોલીસે કુલ રૂ. 5,62,140નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રૂ. 52,140ની કિંમતના 237 બીયર ટીન, રૂ.10 હજારના 2 મોબાઈલ અને રૂ. 5 લાખની સ્વિફ્ટ કારનો સમાવેશ થાય છે. આ કેસમાં તૈલયા ગામ પાસેથી માલ ભરાવનાર અજાણ્યા ઈસમ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
