અરવલ્લી જિલ્લામાં કુલ 618 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે 14 જેટલા મતદાન મથકોને અતિ સંવેદનશીલ કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે. આ મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. મોડાસા ન.પા.ના 28 મતદાન મથકો સંવેદનશીલ છે. એ જ પ્રમાણે બાયડ તા.પં.ના 57 મતદાન મથકો સંવેદનશીલ કેટેગરીમાં મુકવામાં આવ્યાં છે. બાયડ નગરપાલિકાનાં પાંચ મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. જ્યારે મેઘરજ તા.પં.ના બે અને જિ.પં.ના 7 મળી જિલ્લામાં કુલ 14 મતદાન મથકો અતિસંવેદનશીલ હોઇ અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવનાર છે. જિલ્લામાં મતદાન પ્રક્રિયામાં 29 આરઓ અને 29 એઆરઓ ફરજ બજાવશે. સર્વિસ વોટરની કુલ સંખ્યા 2596 છે. જ્યારે મતદાન પ્રક્રિયામાં ફરજ બજાવનાર કર્મીઓ માટે 8690 પોસ્ટલ બેલેટ રવાના કરવામાં આવ્યાં છે. 288 ઝોનલ અને 326 આસિ. ઝોનલ ઓફિસરો મતદાનના દિવસે ફરજ પર તૈનાત રાખવામાં આવ્યા છે. 11888 પોલીંગ સ્ટાફ અને 3352 પોલીસ કર્મચારીઓને મતદાનના દિવસે ફરજ સોંપવામાં આવી છે. જિલ્લામાં મતદાન મથકો વાઇઝ કુલ 326 રૂટ ગોઠવવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો