મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ડુગરવાડા રોડ પર સહારા સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. જિલ્લા પોલીસ મોડાસા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે મોડાસાના ડુગરવાડા રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ચાર શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ મહેબુબઅલી અકબરઅલી અખ્તરઅલી શેખ (ઉં.વ. 49), રહે. સહારા સોસાયટી, મોડાસા), મુસ્તાક કાળુ કોદરમીયા શેખ (ઉં.વ. 48), રહે. મિલ્લતનગર સોસાયટી, મોડાસા), અબ્દુલકાદર બાદરમીયા લાલામીયા જમાદાર (ઉં.વ. 45), રહે. સહારા સોસાયટી, મોડાસા), સાહિલ ગુલાબ ફજલ શેખ (ઉં.વ. 24), રહે. નાના-નાનીની વાડી પાસે, રાણા સૈયદ, મોડાસા) પાસેથી રોકડ રૂ.10550, રૂ.5 હજારનો મોબાઈલ ફોન મળી રૂ.15550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Surat : સિંગણપોર વિસ્તારમાં ડબલ મર્ડર, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી









