મોડાસાની સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકની મોડાસા શાખા સાથે કાવતરું રચી રૂ.61,59,387ની મસમોટી છેતરપિંડી આચરી છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને અરવલ્લી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી ધનસુરાના કરણપુર ગામનો રહીશ હોવાનું ખુલ્યું છે. અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ મોડાસા ટાઉન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુનાનો આરોપી રવિરાજ ભલુભાઇ સોલંકી (રહે. કરણપુર, તા. ધનસુરા, જિ. અરવલ્લી) હાલમાં મોડાસાની દેવનગરી સોસાયટીમાં છુપાયેલો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી આરોપીને દબોચી લીધો હતો. આરોપી મોડાસાની સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકની મોડાસા શાખામાં ફિલ્ડમાં કામ કરતો હતો. તેણે ગ્રાહકોને લોનની લાલચ આપી લોન બાબતે સમજણ આપી તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી લોન મંજૂર કરાવી હતી અને લોનના નાણાં બેંકમાં જમા કરાવવાને બદલે પોતે રાખી લીધા હતા. એટલું જ નહીં, ગ્રાહકોના અંગૂઠાના નિશાન મેળવી બારોબાર નાણાં ઉપાડી બેંક સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે મોડાસા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. હાલમાં તેને મોડાસા ટાઉન પોલીસને સોપંવામાં આવ્યો છે.

Bhavnagar: સોમનાથ હાઇવે પર ક્રેઇન લઈ જતો ટ્રક પલટી મારીને સળગ્યો, ડ્રાઇવરનું જીવતું ભૂંજાઈ જતાં કરુણ મોત









