અરવલ્લી જિલ્લાના શામળાજીના સુનોખ પંથકમાં આખો દિવસ વાદળોથી ગોરંભાયેલા આકાશથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ અમી છાંટણા થતાં વધુ વરસાદની આશા બંધાઈ હોવાનું જાણવા મળેલ છે. શામળાજી તાલુકાના સુનોખ પંથક સહિતના વિવિધ ગ્રામ્યવિસ્તારોમાં વરસાદના અભાવે મકાઈ, મગફ્ળી, કપાસ, અડદ, સોયાબીન સહિતના વિવિધ પાકો સુકાવા લાગ્યા છે ત્યારે જે વિસ્તારમાં પિયતની વ્યવસ્થા ઉપલબ્ધ છે તે ખેડૂતોએ પાકને બચાવવા ટપક તેમજ ફૂવારા પઘ્ધતિનો ઉપયોગ કરી મથામણ આદરી છે ત્યારે કોઈક વિસ્તારોમાં વરસાદ પડે અને વાવણીની રાહ પણ કેટલાક ખેડૂતો જોઈ રહ્યા છે ત્યારે મંગળવારના સવારથી દિવસ દરમિયાન મોટેભાગે આકાશ વાદળોથી ગોરંભાયેલુ જોવા મળ્યું છે અને વાતાવરણમાં પલ્ટો જોવા મળતાં તાલુકાના કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં અમી છાંટણા રૂપી વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે .
