યાત્રાધામ શામળાજીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે જન આક્રોશ રેલી તથા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રેલી દરમિયાન કાર્યકરોએ મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને લઈને સરકારની નીતિઓ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. હાથમાં બેનરો અને સૂત્રલેખો સાથે કાર્યકરોએ સુત્રોચાર કર્યો હતો. આ કાર્યક્રમમાં શામળાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં જિલ્લા પંચાયત સભ્ય કુંદનબેન ડામોર, સુરેશભાઈ નિનામા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વનરાજ ડામોર, રાહુલ ગામેતી, સાગર નિનામા, કાનાભાઈ ખાંટ સહિત તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકાભરના કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: