સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ મોડાસા- નડિયાદ રેલવે લાઈન અંગે ડીઆરએમ સાથે બેઠક યોજી રજુઆત કરી હતી. જેમાં મોડાસાથી કપડવંજ, બાયડ, નડિયાદ સુધીની રેલવેલાઈન પર અંદાજે 55 જેટલા રેલવેફાટકો આવતા હોવાથી ટ્રેન પહોંચવામાં 5થી 6 કલાક જેટલો સમય લાગતો હોવાથી વધુ સમય અને કામગીરીના કારણે મુશ્કેલી પડતી હતી. જેને લઈને સાંસદે તમામ રેલવેફાટકો તબક્કાવાર અંડરપાસ બનાવવાની કામગીરી તાત્કાલીક હાથ ધરવા રજુઆત કરી હતી. અંડરપાસ બનતા ટ્રેનની ગતિમાં વધારો થશે, મુસાફરોનો કિમતી સમય બચશે અને વિસ્તારના વેપાર, રોજગાર તેમજ વિકાસને નવી દિશા મળશે તેવી રજુઆત કરી હતી. રેલવેડીઆરએમએ સાંસદની રજુઆતોને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. મોડાસાથી કપડવંજ, બાયડ, નડિયાદ સુધીની રેલવેલાઈન પર અંદાજે 55 જેટલા રેલવેફાટકો આવતા હોવાથી ટ્રેન પહોંચવામાં 5થી 6 કલાક જેટલો સમય લાગે છે.
