સુનોખ : અરવલ્લી જિલ્લામાં મેઘ મહેર થયા બાદ ખેડૂતો દ્વારા વાવણી કામ આરંભાયું હતું અને વરસાદ બંધ થયા બાદ હાલમાં વરાપ આવ્યો છે ત્યારે શામળાજી તાલુકાના સુનોખ પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ અગાઉના વરસાદના રાઉન્ડમાં વાવણી કરી હતી તેવા વિવિધ પાકોમાં પાકની સાથે ઘાસ પણ ઊગી નીકળ્યું હતું. ત્યારે હાલમાં પડેલા વરસાદી રાઉન્ડ બંધ થઈ ગયા બાદ હાલમાં વરાપ આવી જતાં ખેડૂતો દ્વારા વિવિધ પાકોમાં ઊગી નીકળેલ નકામા ઘાસને નિંદામણ કરવા માટે ખેડૂતોએ બળદને જોડી રાંપડાઓની મદદથી ખેતરો ખેડાણ કરીને પાકને નિંદામણ કરીને ઘાસ મુક્ત બનાવવા માટે ખેતરો ખેડવા લાગ્યા હોઈ ખેત સીમાડાઓ ખેડૂતોના ખેતીકામથી ધમધમવા લાગ્યા હોવાનું જાણવા મળેલ છે.
