વીરપુર તાલુકાના માંડલીયા ગ્રામ પંચાયતના ખટારીયા ગામના ડુંગર વિસ્તારમાં બપોરના સમયે આકસ્મિક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ડુંગર પરની વિશાળ વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા આકાશ માં ધુમાડાના ગોટા દેખાતા લોકો દોડી પહોંચ્યા હતા.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર ફાઈટર અને વહીવટી તંત્ર જાણ કરી હતી, પરંતુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચવામાં લગભગ બે કલાકનો સમય લાગતા લોકોમાં ભારે રોષ ફટી નીકળ્યો હતો.વિરપુર તાલુકામાં ફાયર બ્રિગેડની સુવીધા ન હોવાને કારણે દર વખતની જેમ આ વખતે પણ લુણાવાડા અને બાલાસિનોરથી ફાયર ફાઈટર બોલાવવી પડી હતી. જોકે ફાઇટર પહોંચવા ના વિલંબને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને મોટી માત્રામાં પ્રાકૃતિક સંપત્તિનો નાશ થયો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો સમયસર ફાયર ફાઈટર પહોંચી હોત તો નુકસાન ઘણું ઓછું થઈ શક્યું હોત.વર્ષોથી ફાયર સેન્ટરની રજૂઆતો થવા છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે આવી આપત્તિ સમયેલોકો બેબસ સાબિત થઈ રહ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા વહીવટી તંત્રએ અને ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ મળ્યું નથી પરંતુ લોકોમાં હવે એક જ માંગ ઉઠી રહી છે કે વિરપુર તાલુકામાં તાત્કાલિક ફાયર બ્રિગેડનીસુવિધા ઉભી કરવામાં આવે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: