અરવલ્લી જિલ્લા પોલીસે થોડા દિવસ પહેલાં મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં કારમાંથી બે શખ્સોને મેફેડ્રોન માદક પદાર્થ સાથે ઝડપી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછમાં કડીઓ મળ્યા બાદ જિલ્લા પોલીસે મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળી વધુ ચાર શખ્સોને ઝડપીને તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા શખ્સોમાં ત્રણ મોડાસાના અને એક અમદાવાદના જુહાપુરાનો રહીશ હોવાનો ખુલાસો થયો છે.


મોડાસા ગ્રામ્યમાં તાજેતરમાં કારમાં આવતા બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેમની પૂછપરછ કરતાં બન્ને આરોપીઓ આ માદક પદાર્થ મોડાસા અને અમદાવાદથી લાવ્યાનો ખુલાસો થયો હતો. આ માદક પદાર્થ મેફેડ્રોનના સપ્લાયર અને પેડલર મળી વધુ ચારને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જુહાપુરાના મોહંમદ અટવારીઅકીબ હનીફ મોડાસાના અબ્દુલકરીમ ભાઇલા ફિરોજ સુથાર એમ ફૈઝાન યુનુસ સાબલીયાનો સમાવેશ થાય છે. તમામ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: