મોડાસા : મોડાસાના રામેશ્વરકંપા ખાતે પૂ રાધેકૃષ્ણ બાપુના વ્યાસ પીઠે આયોજિત પવિત્ર કથાના ત્રીજા દિવસે શ્રાદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. દ્વારિકાધીશના અવતાર ભગવાન રામદેવજીનો ભવ્ય પ્રાગટય દિવસ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કથાના મધ્યમાં પૂ રાધેકૃષ્ણ બાપુ રામદેવ પ્રાગટયનો મંગલ પ્રસંગ વર્ણવી રહ્યા હતા ત્યારે વેશભુજા સાથે ભગવાન રામદેવજીનું પ્રાગટય થયું ત્યારે સમગ્ર કથા મંડપ અજમલ ઘેર અવતાર કી જયના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયો હતો. આ મંગલ પ્રસંગે આબાલવૃદ્ધ સૌ ભક્તો ભાવવિભોર બની નાચી-ઝૂમી ઉઠયા હતા અને વાતાવરણ સંપૂર્ણપણે ધર્મમય બની ગયું હતું. રામેશ્વરકંપાના સ્થાનિક ભક્તો દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. ભવ્ય વેશભૂષા સાથે બાળ રામદેવના પ્રાગટય ઉત્સવનું હૂબહૂ મંચન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત તમામ શ્રાદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભક્તોએ રામદેવજીનાબાળ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો